Friday, October 21, 2011

10 એવી તસવીરો જેણે આખી દુનિયાને હચમચાવી નાંખી!

1985માં કોલંબિયામાં જ્વાળામુખી વિસ્ફોટ પછી કીચડના કારણે વિનાશની આ ઘટનાની આ તસવીર ફ્રેંક ફોર્નિયરે ખેંચી હતી. આ ઘટનામાં 25000 કરતા વધારે લોકો માર્યા ગયા હતા.


બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા એક9 વર્ષના ઈરાની બાળકની આ વિશ્વપ્રસિદ્ધ પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ડેની ફિટ્સમ્યુરિકે ખેંચી હતી.


કુકેસ, અલ્બાનિયામાં કેમ્પ લગાવીને રહેતા કોસોવો શરણાર્થીઓની આ તસવીર માટે કેરોલ ગુજીને વર્ષ 2000માં પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો.


લીબિયા સિવિલ વોરની આ તસવીર લોસ એન્જલસ ટાઇમ્સના ફોટોગ્રાફર કોરોલિન કોલે ખેંચી હતી.
6 ઓક્ટોબર, 1976ના રોજ થોમસેટ યુનિવર્સિટી નરસંહારની આ તસવીરને 1977માં પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેને નીલ યુલેવિકે ખેંચી હતી.


26 વર્ષ પહેલા ભારતના ભોપાલમાં થયેલી ગેસ દુર્ઘટનામાં 15,000 કરતા વધારે લોકો માર્યા ગયા હતા. આ તસવીર પાબ્લો હાર્થોલોમ્યુએ ખેંચી છે.


પાવર ઓફ વન શીર્ષકથી જાણીતી આ તસવીર 2006માં ઈઝરાયલી ફોટોગ્રાફરે લીધી હતી.
ન્યુયોર્ક ખાતે વર્લ્ડ ટ્રેડ ટાવર પર આતંકી હુમલાની આ તસવીર સ્ટીવ લુડલમ દ્વારા લેવામાં આવી હતી.


2004માં ભારતમાં આવેલી સુનામીની તસવીર. આ તસવીર રોયટરના ફોટોગ્રાફર અર્કો દત્તા દ્વારા તમિલનાડુમાં લેવામાં આવી હતી.

હૈતીમાં વર્ષ 2008માં આવેલા ભયાનક તોફાનથી પ્રભાવિત બાળકની આ તસવીર મિયામી હેરાલ્ડના ફોટોગ્રાફર પેટ્રિક ફેરેલે ખેંચી હતી.

No comments:

Post a Comment